લોભી વાણીયા રે | Lobhi Vaniya Re Lyrics | Narayan Swami Bhajan Lyrics

0
416
લોભી વાણીયા રે , ભૂંડા લોભ કરી પસ્તાશે ,
સમજુ પ્રાણિયા રે , સાચા સંતોષે સુખ થાશે ,
લોભી નું મન થોભે નહિ આમ તેમ અથડાશે ,
સત ને ભૂલી લોભ માં ડૂબે નક્કી નરકે જાશે ,
લોભે લાગ્યો જ્ઞાને નવ જાગ્યો તારો તે શું થાશે ,
ધાઈ ધોતી ધન ભેગું કીધું ખાનારાઓ ખાશે ,
સત મારગ સત સંગત છોડે તારી શી ગતિ થાશે ,
લોકો તારા અવગુણ ગાશે માત પિતા લજવાશે ,
લોભે હણાયો લોભે તણાયો લોભમાં ડૂબી જાશે ,
“દાસ સતાર” કહે કર જોડી નીરલોભી તરી જાશે ,

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here