મારા નખના પરવાળા જેવી ચુંદડી
ચુંદડી નો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબ જાદી ચુંદડી …
રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો પીધો
લીલો તે રંગ વનની વનરાયુંએ દીધો
ઓ.. હો..પીળો તે રંગ જોને ઉગતી પૂનમનો
તારલીયે ટાંકી નવરંગ ચુંદડી …મારા…
ગામને સીમાડે કરશું સામૈયા તમારા
અંતરને ઓરડે દેશુ રે ઉતારા
ઓ.. હો.. વાજા વગડાઓ માંડવડે આવો
તેદી ઓઢું હું સાયબાની ચુંદડી …મારા…
જો જો ના ખેલ કોઈ વાસમોના ખેલતા
મારી આ ચુંદડીને પછી નવ ઠેલતા
ઓ..હો..તારા રૂઢીયા ની રાણી બોલે બંધાણી
નહિ રે ઓઢું હું કોઈ ની ચુંદડી …મારા…
ઈ રે ચુંદલડી માં વરણાંગી પ્રીત છે
વરણાંગી પ્રીત એમાં વાલમ કેરી પ્રીત છે
પ્રીતલડી હોઈ હોઈ પ્રીતલડી , પ્રીતલડી મારી
સમજુ સમજુના સમજાય કે…મારા…
લગ્ન ગીત , Lagna Geet Lyrics
Related
error: Content is protected !!