જીવણજી નઇ રે જવા દઉં આજ ,
કે વનમાં રાતલડી રાખું રે ,
કે મારી નથડીનો શણગાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
કે મારી ટીલડીનો શણગાર ,
મારા હૈયામાં રાખું રે ,
જીવણજી નઇ રે જવા દઉં …
કે મારા ચૂડાલાનો શણગાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
મારી બંગડીનો રણકાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
જીવણજી નઇ રે જવા દઉં …
હે મારા કડલાનો શણગાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
કે મારી કોડિયોનો રણકાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
જીવણજી નઇ રે જવા દઉં …
Jivanji Nai Re Java Dau Aaj Lyrics
Kirtidan Gadhavi Garba Lyrics
Related
error: Content is protected !!