સદગુરૂ સાહેબે સહી કર્યા જેણે પ્રેમ જયોત પ્રકાશીરે ,
અખંડ જાપ આયો આતમરો કટી કાળકી ફાંસીરે ,
ગગન ગરજયા ને શ્રવણ સુણયા મેઘજ બારે માશીરે,
ચમક દામીની ચમકન લાગી ચમક દામીની રે હાં ,
દેખ્યા એક ઉદાસી મેરે સદગુરૂ પ્રેમ જયોત પ્રકાશીરે,
ગેબ તણા ઘડીયાળા વાગે કઇક ગયા દળ નાશીરે,
જીણ પણાંમા ઝાલર વાગી જીણ પણામાં હાં ,
ઉદય ભયા અવિનાશી મેરે સદગુરૂ પ્રેમ જયોત પ્રકાશીરે,
મહી વલોયા માંખણ પાયા વ્રત તણી ધમ આશીરે,
ચાર ચાર સખી મીલ કીયા વળોણા ચાર સખી મીલ હાં,
અમર લોક કે વાસી મેરે સદગુરૂ પ્રેમ જયોત પ્રકાશીરે,
સપ્ત દીપને સાયર નાહી નહીં ધરણ આકાશીરે,
એક નિરંતર આતમ બોલે એક નિરંતરહાં,
સો વીધી વીરલા પાસી મેરે સદગુરૂ પ્રેમ જયોત પ્રકાશીરે,
ગેમ નિરંતર ગુરૂમુખ બોલ્યા દેખ્યા શ્યામ સુવાસીરે,
સ્વપન ગયાને સાહેબ પાયા સ્વપન ગયાને હાં,
ભાણ ભયા ઉજાશી મેરે સદગુરૂ પ્રેમ જયોત પ્રકાશીરે,
Sadguru Sahebe Sahi Karya Lyrics
Prachin Bhajan Lyrics
Related
error: Content is protected !!