આજ વૃંદાવન આનંદ સાગર,
શ્યામળિયો રંગે રાસ રમે,
નટવર વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે,
એક એક ગોપી સાથે માધવ,
કરગ્રહી મંડળ માંહે ભમે,
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ રાગણી માંહે ઘુમે,
સોળ કલાનો શશિયર શિર પર,
ઉડુગણ સહીત બ્રહ્માંડ ભમે,
ધીર સમીરે જમુનાતીરે,
તનના તાપ ત્રિવિધ શમે,
હરખ્યા સુરનર દેવમુનિજન,
પુષ્પવૃષ્ટિ કરે, સરણ નમે,
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,
એને કાજે જે દેહ દમે,
Aaj Vrundavan Anand Sagar
Narshih Maheta Bhajan
Related
error: Content is protected !!