ગિરી તળેટી ને કુંડ દામોદર | Giri Taleti Ne Kund Damodar Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
441
ગિરી તળેટી ને કુંડ દામોદર,
ત્યાં મહેતાજી ન્હાવા જાય,
ઢેઢ વરણ માં દ્રઢ હરિભક્તિ,
તે પ્રેમ ભરીને લાગ્યા પાય,
ગિરી તળેટી ને …
કર જોડીને પ્રાથના કીધી,
વિનંતી તણાં વદ્યા રે વચન,
મહાપુરુષ અમ અરજ એટલી,
અમારે આંગણે કરો રે કીર્તન,
ગિરી તળેટી ને …
પ્રેમ પદારથ અમો પામીયે,
વામીએ જનમ મરણ જંજાળ,
કર જોડતા કરુણા ઉપજી,
મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ,
ગિરી તળેટી ને …
પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર,
સમદ્રષ્ટિ ને સર્વ સમાન,
ગૌવમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો,
એવું વૈષ્ણવને આપ્યુ વરદાન,
ગિરી તળેટી ને …
મહેતાજી નિશાળે આવ્યા,
લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ,
ભોર થયા લગી ભજન કીધું,
સતોષ પામ્યા સૌ વૈષ્ણવ,
ગિરી તળેટી ને …
ઘેર પધાર્યા હરિજશ ગાતા,
વાજતા તાલ શંખ-મૃદંગ,
હસી હસી નાગરો તાળીયો લે છે,
આ શા રે બ્રાહ્મણના ઢંગ ?,
ગિરી તળેટી ને …
મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા,
અધવધરાને શું ઉત્તર દઉં ?
જગ્યા લોક નાર નારી પુછે,
મહેતાજી તમે એવા શું ?,
ગિરી તળેટી ને …
નાત ન જાણો ને જાત ન જાણો,
ના જાણો કઈ વિવેકવિચાર,
કર જોડી કહે નરસૈયો,
વૈષ્ણવ તણો મને છે આધાર,
ગિરી તળેટી ને …
Giri Taleti Ne Kund Damodar
Narshih Maheta Bhajan Lyrics
 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here