આ જ્ઞાનની વાતો છાની | Aa Gnan (Gyan) Ni Vato Chhani Lyrics

0
528
એને જાણે કોઈ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
મૂંગે સપનામાં મોજું માણી
એ તો સમજે પણ વદે નહિ વાણી ,
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
મૂંગો સમસ્યામાં બોલે વાણી
કોઈ જ્ઞાનીએ ગત એની જાણી ,
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
જ્ઞાનમાં મોજ મજાની
એ શું સમજે અભિમાની ,
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
કહે સતારસદાસ જ્ઞાની
તમે શીદને કરો છો ખેંચાતાણી ,
આ જ્ઞાનની વાતો છાની …
એને જાણે કોઈ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની…
Gnan Ni Vaato Shani Lyrics
Das Satar Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here