આવેલો મનખો સુધારો,
ગુરુજી મારા આવેલો મનખો સુધારો
આવેલો મનખો સુધારો,
ગુરુજી મારા આવેલો મનખો સુધારો ,
લખ ચોરાશીમાં બહુ ભટક્યા,
ઘડી ઘડી પશુ અવતારો
રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો,
મટી જાય ઘોર અંધારો
ગુરુજી મારા આવેલો મનખો સુધારો ,
વારંવાર ગુરુ અરજી સાંભળો,
સાંભળ્યા મે વેદ પુરાણો
માયા માંથી આ જીવને ઉગારો,
મટી જાય જનમ જંજાળો
ગુરુજી મારા આવેલો મનખો સુધારો ,
તમે ગુરુજી મારા પરમ ઉપકારી,
શિર પર પંજો તમારો
ન ભૂલુ ગુણ તમારા ગુરુજી,
તીરથ ફરૂ રે હજારો
ગુરુજી મારા આવેલો મનખો સુધારો ,
ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ,
દાસ કેવલને દર્શન આપો
ગુરુ બિન સહાય કોણ કરે જીવની,
સદા ચરણમાં રાખો
ગુરુજી મારા આવેલો મનખો સુધારો ,
Avelo Mankho Sudharo Guruji Mara Lyrics
Related
error: Content is protected !!