આવો માળી કુમ કુમ પગલે આવો ,
કે પરણે આજે લાડકી રે ,
સાથે માળી ગરવા ગણેશ ને તેડાવો ,
કે પરણે આજે લાડકી રે ,
ચંદન કેરા બજોઠીયા રે ઘડાવો ,
કે પરણે આજે લાડકી રે ,
માવલડી કુળદેવી કુમ કુમ પગલે પધારો ,
કે પરણે આજે લાડકી રે ,
ચંદન કેરા બજોઠીયા રે ઘડવો ,
કે પરણે આજે લાડકી રે ,
ચારે ખૂણે કેળના સ્થંભ રેપાવો ,
કે પરણે આજે લાડકી રે ,
રાત રંગ ની ચુંદડી રે મંગાવો ,
કે પરણે આજે લાડકી રે ,
કોરે કોરે માણેક મોતીડા વેરાવો ,
કે પરણે આજે લાડકી રે ,
આશિષ દેજો વિનવીયે કરજોડી ,
કે પરણે આજે લાડકી રે ,
અખંડ રાખજો વરને કન્યાની જોડી ,
કે પરણે આજે લાડકી રે ,
Aavo madi Kum Kum Pagle Aavo
Gujarati Lagna Geet Lyrics