પેલા પેલા જુગ માં રાણી | Pela Pela Jugma Rani Lyrics

0
1023
પેલા પેલા જુગ માં રાણી
તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના
હો જી રે અમે રે પોપટ રાજા રામના ,
ઓતરા તે ખંડમાં આંબલિયો પાક્યો ત્યારે
સુડ્લે મારેલ મુને સાંચ રાણી પિંગળા ,
ઈ રે પાપીડે મારા પ્રાણજ હરીયા ને
તોયે નો હાલી મારી સાથ રાણી પિંગળા ,
એવા દલડા સાંભળો ખમ્મા
પુરવ જનમના સહવાસના ,
બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને
અમે રે મૃગેશ્વર રાજા રામના ,
વનારતે વનમાં પારધીએ ફાસલો બાંધ્યો
પડતા છાંયડા મેં મારા પ્રાણ રાણી પિંગળા ,
ઈ રે પાપીડે મારા પ્રાણજ હરીયા ને
તોયે નો હાલી મારી સાથ રાણી પિંગળા ,
ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રહ્માણી ને
અમે રે તપેશ્વર રાજા રામના ,
ખુડલીક વનમાં ફૂલ વીણવા જાતા તે દી
ડસીયેલ કાલુડો નાગ રાણી પિંગળા ,
ઈ રે પાપીડે મારા પ્રાણજ હરીયા ને
તોયે નો હાલી મારી સાથ રાણી પિંગળા ,
ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પિંગળા ને
અમે રે ભરથરી રાજા રામના ,
ચાર ચાર જુગમાં સહવાસ વેઠ્યો
તો યે ના હાલી મારી સાથ રાણી પિંગળા ,
એવા દલડા સાંભળો ખમ્મા
પુરવ જનમના સહવાસના ,
Pela Pela Jugma Rani Tu Hati Pingala Lyrics
Raja Bharathari Bhajan Lyrics

 

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here