અભિયાસ જાગ્યા પછી | Abhyas Jagya Pachhi | Gangasati Bhajan Lyrics | Bhajanbook

0
2201
અભિયાસ જાગ્યા પછી ભમવું નહિ
ને ન રહેવું ભેદવાદીની સાથે રે 
કાયમ રહેવું એકાંત માં
ને માથે સદ્દગુરુ નો હાથ રે
અભિયાસ જાગ્યા … 
તીરથ વ્રત પછી કરવા નહિ
ને ન કરવા સદ્દગુરુ ના કરમ રે
આવી રે ખટપટ છોડી દેવી
જયારે જણાય માંયલા નો મરમ
અભિયાસ જાગ્યા …
હરીમય જયારે આ જગત ને જાણ્યું
ત્યારે પ્રપંચ થી રહેવું દૂર રે
મોહ સઘડો પછી છોડી દેવો
ને હરિ ભળવા ભરપૂર રે
અભિયાસ જાગ્યા …
મંડપ ને મેળા પછી કરવા નહિ
આ છે અધૂરિયા ના કામ રે
 ” ગંગા સતી ” એમ બોલિયાં પાનબાઈ
ભળવા હોઈ પરિપૂર્ણ  રામ રે
અભિયાસ જાગ્યા …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here