અંત:કરણથી પૂજાવાની આશા | Ant Karanthi Pujava Ni Asha | Gangasati Bhajan Lyrics | Bhajanbook

0
268
અંત : કરણ થી પૂજાવાની આશા રાખે,
ને એને કેમ લાગે હરિ નો  સંગ ,
શિષ્ય  કરવા નહિ એવા જેને,
પૂરો ચડિયો ન હોઈ રંગ રે,
અંત : કરણ થી પૂજાવાની
અંતર નથી જેનું ઉજળું ,
ને જેને મોટાપણું મનમાંય રે ,
તેને બોધ નવ દીજીયે,
ને જેની વૃત્તિ હોઈ  આયને ને ત્યાં રે,
અંત : કરણ થી પૂજાવાની   

શઠ નવ સમજે સાનમાં ,

ને ભલે કોટી ઉપાય કરે ,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જય ,
ને એવાથી અંતે ફજેતી થાય રે ,
અંત : કરણ થી પૂજાવાની
એવાને ઉપદેશ કદી નવ દેવો ,
ને ઉલ્ટી ઉપાધિ વધતી જાય રે ,
” ગંગા રે સતી “એમ બોલિયાં રે ,
એવાને કરવો નહિ ઈતબાર રે ,
અંત : કરણ થી પૂજાવાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here