અમારા અવગુણ રે | Amara Avgun Re Lyrics

0
453
અમારા અવગુણ રે, ગુરુજીના ગુણ ઘણા રે ,
ગુરુજી … અમારા અવગુણ સમું મત જોઈ ,
અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે ,
ગુરુજી મારો દીવો રે , ગુરુજી મારો દેવતા રે ,
ગુરુજી … મારા પારસમણી ને તોલ ,
અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે ,
ગુરુજી મારા ગંગા રે , ગુરુજી મારા ગોમતી રે ,
ગુરુજી … મારા કાશી અને છે કેદાર ,
અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે ,
ગુરુ મારા ત્રાપા રે , ગુરુજી મારા તુંબડા રે ,
ઈ તુંબડીએ અમે ઉતરીએ ભવપાર ,
અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે ,
જાળીડા મેલાવો રે , ગુરુ ગમ જ્ઞાનમાં રે ,
ઈ જાળીડા જરણા માહેલો છે જાપ ,
અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે ,
ભીમ ગુરુ ચરણે રે , દાસી જીવણ બોલીયા રે ,
દેજો અમને સંત ચરણો માં વાસ ,
અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે ,
Amara Avgun Re Lyrics 
Dasi Jivan Na Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here