અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re Lyrics

0
426
અંબા અભય પદ દાયની રે ,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની ,
અંબા અભય પદ …
અંબા અનાથોના નાથ ભીડ ભંજની ,
હેમ હિડોળે હીંચકે રે ,
હીંચકે આરાસુરી માત ભીડ ભંજની ,
સખીઓ સંગાથે કરે ગોઠડી રે ,
આવે આઠમની રાત ભીડ ભંજની ,
અંબા અભય પદ …
સર્વે આરાસુર ચોકમાં રે ,
આવો તો રમીયે રાસ ભીડ ભંજની ,
એવે સમે આકાશ થી રે ,
આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની,
કોણે બોલાવી મુજને રે ,
કોણે કર્યો મુને સાદ ભીડ ભંજની,
મધ દરિયો તોફાન માં રે ,
માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની,
અંબા અભય પદ …
એવી કમાણી શુ કામની રે ,
જવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની
વાયુ ભયંકર ફૂંકતો રે ,
વેરી થયો વરસાદ ભીડ ભંજની ,
પાણી ભરાણા વહાણ માં રે ,
એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની,
આશા ભર્યો હું આવીયો રે ,
વ્હાલા જોતા હશે વાટ ભીડ ભંજની ,
અંબા અભય પદ …
હૈયુ રહે નહિ હાથ માં રે ,
દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની ,
મારે તમારો આશરો રે,
આવો આવો મારી માત ભીડ ભંજની,
અંબા હિંડોળે થી ઉતર્યા રે ,
ઉતર્યા આશાપુરી માત ભીડ ભંજની ,
સખીઓ તે લાગી પૂછવા રે ,
ક્યાં કીધા પ્રયાણ ભીડ ભંજની ,
અંબા અભય પદ …
વાત વધુ પછી પૂછજો રે ,
બાળ મારો ગભરાય ભીડ ભંજની,
ભક્ત મારો ભીડે પડ્યો રે ,
મારાથી કેમ સહેવાય ભીડ ભંજની ,
એમ કહી નારાયણી રે ,
સિંહે થયા અસવાર ભીડ ભંજની,
ત્રિશુલ લીધું હાથમાં રે ,
તાર્યું વણિક નું વહાણ ભીડ ભંજની,
અંબા અભય પદ …
ફેરો અમારો ટાળ જો રે
માતા છો દિન દયાળ ભીડ ભંજની,
ધન્ય જનેતા આપને રે ,
ધન્ય દયાના નિધાન ભીડ ભંજની ,
પ્રગટ પરચો આપનો રે ,
દયા કલ્યાણ બોલે ગાય ભીડ ભંજની ,
ભીડ સેવક ની ભાંગજો રે ,
સમયે કરજો સહાય ભીડ ભંજની ,
અંબા અભય પદ દાયની રે ,
Amba Abhaya Pad Dayani Lyrics
Navratri Garba Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here