અમે મહિયારા રે ગોકુળ ગામના | Ame Maiyara Re Gokul Gamna Lyrics

0
860
અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા
મહિયારા રે…ગોકુળ ગામનાં 
મથુરા નીવાટ મહી વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી,
હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે
ગોકુળ ગામના …
 
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે…મારે જાગી જોવુ ને જાવુ.મહિયારા રે
ગોકુળ ગામના …
 
માવડી જશોદાજી કાનજીને વારો
દુ;ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે…મારે દુઃખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે
ગોકુળ ગામના …
 
નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભારજી
નિર્મળ હૈયાની વાત કહેતા,મહિયારા રે
ગોકુળ ગામના …

Ame Mahiyara Re Lyrics
Narshih Maheta Bhajan Lyrics

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here