આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા
મને જાવાનું મન થાય ,
હે ઓલા ગોવાળિયા ને કોણ સમજાવે
વ્રજ મને કોણ લઈ જાય
હે મને કનૈયાના કાગળ આવે
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય ,
સાસુજી મારાં હઠીલા
નણદલ છે નઠાર
હે મારી જેઠાણીના જોર બઉ જાજા
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય ,
સવાર માં વેલી ઊઠી હું નીકળી
અને લીધો વ્રજ નો મારગ
ભલે ગોતે રે આખું ગામ
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય ,
વ્રજ હું તો પોગી ગઈ
અને ત્યાં ક્રિષ્ન રમે રાશ
હું તો ગોપિયું ભેળી રમી રાશ
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય ,
Vraj Mane KOn Lai Jai Lyrics
Ola Govadiya Ne Kon Samjave
Related
error: Content is protected !!