અંતરથી પુજાવાની આશા | Antarthi Pujavani Asha Lyrics

0
186
અંતરથી પુજાવાની આશા રાખે ને ,
એને કેમ લાગે હરીનો સંગ રે ,
શિષ્ય કરવા નહિ એવા જેને ,
પૂરો ચઢ્યો ન હોય રંગ ,
એ જી રે અંતર નથી એનું ઉજળું ને ,
જેને મોટપણુ મન માય ,
તેવા ને બોધ નવ દીજીયે ને ,
જેની વૃતિ ભટકે આઈ ને ત્યાંઈ ,
રાઠથી રહેવું સદાય વેગળાને,
એવાની સંગે ફજેતી થાય રે ,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને ,
ભલેને કોટી કરે ઉપાય રે ,
એ જી એવાને ઉપદેશ કદી નવ દેવો ને ,
એથી ઉલટી ઉપાધી વધતી જાય રે ,
ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ ,
એવાથી દુર રહેવું સદાય રે ,
Antar Thi Pujavani Asha Lyrics
Gangasati Panbai Bhajan Lyrics     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here