જ્ઞાની ગુરુ મળ્યા રે | Gnani Guru Malya Lyrics

0
508
જ્ઞાની ગુરુ મળ્યા રે , ગોળી તો મારી જ્ઞાન તણી ,
કંચન કાયા કીધી રે , ગુરુ તો મારા પારસમણી ,
હું તો જન્મની આંધળી , મને ગુરુએ આપી આંખ ,
ગુરુ ચરણનુ અંજન આપ્યું , તો માટી ગઈ સહુ ઝાંખ ,
આંખો ખોલી જોયું રે , ઘટઘટ માંય બેઠો અલખધણી ,
ગુરુના ગુણને હું શું ગાવું , એ ગુણનો ન આવે પાર ,
ગુરુ તો મારા આંખની જ્યોત , ગુરુ હૃદયના હાર ,
ગુરુ દયાળુ દેવા રે , ગુરુ કૃપા તો ઘણી રે ઘણી ,
તનમન ઘન , સદગુરુને અરપણ , હું તો ગુરુની દાસ ,
ગુરુ ગરીબ નિવાસે અમારા , પૂરે ગરીબોની આશ ,
ગુરુ ચરણમાં રહેવું રે , ગુરુ તો મારા ધીંગા ઘણી ,
ગુરુના દર્શન કરતા નીશદીન , અડસઠ તીરથ થાય ,
દાસ ‘ સતાર ‘ ગુરુની સેવા કરતા , હરખ ન માંય ,
ગુરુ અમારા પ્રેમી રે , પીધી છે પ્યાલી પ્રેમ તણી ,
Gnani Guru Malya Re Lyrics
Narayan Swami Bhajan Lyrics  

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here