આશા ભર્યા તે અમે આવિયા | Asha Bharya Te Ame Aaviya Lyrics

0
758
આશા ભર્યા તે અમે આવિયા,
ને મારે વાલે રમાડ્યા રાસ રે,
આવેલ આશા ભર્યાં,
શરદપૂનમ ની રાતડી ને,
કાઈ ચાંદો ચડ્યો આકાશ રે ,
આવેલ આશા ભર્યાં,
વૃંદા તે વનના ચોકમાં ,
કાંઇ નામે નટવર લાલરે ,
આવેલ આશા ભર્યાં,
જોતા તે વળતા થંભીયા ,
ઓલ્યા નદીયું કેરા નીર રે ,
આવેલ આશા ભર્યાં,
અષ્ટકુળ પર્વત ડોલીયા ને ,
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે ,
આવેલ આશા ભર્યાં,
મેતા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખોચરણ ની પાસ રે ,
આવેલ આશા ભર્યાં ,
Aasha Bharya Te Ame Aviya Lyrics
Narshih Maheta Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here