ગોરી તારાં નેપુર રણ ઝણ | Gori Tara Nepur Ran Zan Lyrics

0
2094
ગોરી તારાં નેપુર રણ ઝણ વાજ્યાં રે,
વાજ્યાં કાઈ માજમ રાત મોજાર,
સૂતું  નગર બધુ  જગાડિયુ
તે તો તારા ઝાંઝર નો ઝમકાર,
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પીયુડો તે પોઢ્યો પાડોસણ પાસ,
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,
અમને નહિ અમારાની આશ,
કૂવો હોયેતો ઢાકી ને મુકીયે રે,
સૈયર ઢાંક્યો કેમ જાય,
મનનો માન્યો હોયતો કાઢી મુકીયે રે,
પરણ્યો કાઢી કેમ મુકાય ,
મારે આંગણીયે આંબો મહોરિયો રે,
ગળવા  લાગી છે કાઈ  સાખ,
ઉઠોને આરોગો, પ્રભુજી પાતળા રે,
હું રે વેજું  ને તું  રે ચાખ,
મારે આંગણીયે દ્રાક્ષ, બિજોરડી,
બિચ બિચ રોપી છે નાગરવેલ,
નરસૈયાનો સ્વામી મંદિર પધારિયો રે,
હૈયું થઇ ગયેલ છે કોમળ ,
Gori Tara Nepur Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here