ભાગવતજી નો અંબો | Bhagwatji No Ambo Lyrics Gujarati | Bhajanbook

0
1566
આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો , વ્રજભૂમિ માં આંબાનો વાસ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
વાસુદેવે તે બીજ વાવીયું , હુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
આંબે જશોદાજી એ જળ સિંચ્યા , નંદ-ગોપ આંબા ના રખવાળ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
બ્રહ્માજી એ તે ચાર પત્ર લખ્યાં , મુનિ નારદે કીધાં છે જાણ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
વ્યાસ મુનિ એ તે પત્ર વિસ્તાર્યાં , તેના નવે ખંડ માં નામ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો , તેનાં સેવનારા વ્રજનાર,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
દ્વાદશ સ્કંધ આંબા ના થડ થયા , ત્રણસોપાંત્રીસ અધ્યાય છે,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
અઢાર હજાર શ્લોક ની આંબે ડાળીઓ, પોણો છો લક્ષ અક્ષર આંબે પાન,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
કલ્પવૃક્ષ થઇ આંબો દુઝિયો , એની ચૌદ ભુવન માં છે છાંય,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
તે ફળ શ્રી શુકદેવજી વેડી ગયા , પરીક્ષિત બેઠાગંગા ને તીર,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
તેનો રસ રેડ્યો પરીક્ષિત શ્રવણ માં , ખરો અનુગ્રહ નો આધાર,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
સાત દિવસ માં કૃષ્ણ પદ મળ્યું ,જય શ્રી પુરષોત્તમ અભિરામ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
કલિયુગે પુષ્ટિમાર્ગ માં પરવર્યો , ધન્ય ધન્ય તૈલંગકુલ અવતાર,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
આંબો ગાય શીખે ને સાંભળે , તેનો ચરણ કમલ માં વાસ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
જાંઉ શ્રી વલ્લભ કુલ ને વારણે, બલિહારી જાએ માધવદાસ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here