કાનુડો માંગ્યો દે | Kanudo Magyo De Lyrics

0
507
કાનુડો માંગ્યો દે ને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે
મોહન માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે ,
આજની રાત અમે રંગભર રમશું
પ્રભાતે પાછો માંગી લે ને જશોદા મૈયા ,
કાનુડો માંગ્યો દે …
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવે તોળી તોળી દે ને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દે …
કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દે …
હાથી ઘોડાને આ માલ ખજાના
મેલ્યું સમજી ને તમે લ્યોને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દે …
બાઈ મીરા કહે પ્રભુ ગીરીઘર નાગર
ચરણ કમળ મને દો ને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દે …
Kanudo Mangayo Dene Jashoda Maiya Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here