દેવાયત પંડિત આગમ વાણી | Devayat Pandit Agam Vani | Bhavisya Vani

0
1380
દેવાયત પંડિત દાડા દાખવે ,સુણી લ્યો દેવળદે સતીનાર ,
આપણા ગુરુ એ આગમ ભાખિયા ,જુઠડાં નહિ રે લગાર ,
લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે ,…
પહેલા પહેલા પવન ફરુકશે ,નદીએ નહીં હોઈ નીર ,
 ઓતર દિશા થી સાયબો આવશે , મુખે હનુમો વીર ,
દેવાયત પંડિત દાડા
ધરતી માથે રે હેમર ચાલશે ,સૂના નગર મોઝાર ,
લક્ષ્મી લુંટાશે લોકો તણી ,નહિ કોઈ રાવ કે ફરિયાદ ,
દેવાયત પંડિત દાડા
પારો રે આવ્યો સંતો પાપનો ,ધરતી માંગે છે ભોગ,
કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ ,
દેવાયત પંડિત દાડા
ખોટા પુસ્તક ને ખોટા પાનિયા , ખોટા કાજીના કુરાન ,
અસલજાદી ચૂડલો પહેરશે ,એવા અગમના એંધાણ ,
દેવાયત પંડિત દાડા
કાંકરિયા તળાવે તંબુ તાણશે રે ,સો સો ગામ ની સીમ ,
રુડી દિશે રળિયામણી ,ભેળા અર્જુનને ભીમ ,
દેવાયત પંડિત દાડા
જતી,સતી અને સાબરમતી ,ત્યાં હશે સુરાના સંગ્રામ,
કાયમ કાલિંગાને મારશે ,નકળંગ ધરસે નામ ,
દેવાયત પંડિત દાડા
કલિયુગ ઉથાપી સતયુગ સ્થાપશે , થશે જગત ને જાણ ,
દેવાયત પંડિત એમ બોલિયાં ,આ છે આગમ ના આંધણ ,
દેવાયત પંડિત દાડા

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here