દીકરી તો પારકી થાપણ કેવાય | Dikri To Parki Thapan Kahevay | Vidai Lagna Geet Lyrics

0
280
બેના રે…
સાસરીયે જાતા જોજે પાંપણ ના ભીંજાય,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
દીકરીને ગાય , દોરે ત્યાં જાય ,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
બેની તારે માથે બાપનો હાથ કદી ના ફરશે
રમતી તું જે ઘરમાં એ ભીતે ભીંતો રડશે
બેના રે…
વિદાયની આ વસમીવેળા રોકીના રોકાય ,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય
સોહાગી કંકુ સેંથામાં ,કંકણ શોભે હાથે
બેના રે…
તારી આ વેણીના ફૂલો કોઈ દી ના કરમાય,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
આમ જુઓતો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે…
રામ કરે સુખ તારું કોઈ દી નજર્યું ના નજરાય ,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
Dikri To parki Thapan Kahevay
Vidai Lagna Geet Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here