રામને કેમ રીઝવશો રે જીવડા | Ramne Kem Rijavsho Jivda Lyrics

0
371
રામને કેમ રીઝવશો રે જીવડા જોને વાત વિચારી ,
જોને વાત વિચારી તારી કરણી લેને સંભારી ,
શું ખાધું શું પહેર્યું શું ઓઢયું કેટલી પરણ્યા નારી ,
એ પ્રભુજી નથી પુછવાના શ્રીમંત છો કે ભિખારી ,
કર્મ કર્યા ઘણાયે એવા જાણી જોઇને જ્ખમારી ,
ભૂંડે હાલે ભોગવવા પડશે નથી ઉગરવાની બારી ,
સંત શાસ્ત્રોને જ્ઞાની ધ્યાની પંડિત કહે છે પોકારી ,
નામ લીધાની નોંધ નીકળશે હૈયે જશો હારી ,
દાન પુણ્યને સંતની સેવા કરી લેજો સંસારી ,
જીવન જગમાં સફળ થાશે ખુશી થાશે ખરારી ,
હિતની વાત હૈયે ધરશે એની બુદ્ધિની બલિહારી ,
“પુરસોત્તમ” ગુરુ પ્રતાપે રઘુવીર લેશે ઉગારી ,
Ramne Kem Rijavsho Jivda Lyrics
Narayan Swami Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here