એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબેન
દાદા એ હસીને બોલાવિયાં (૨),
કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા
કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨),
એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળાને નિત નજરૂ લાગશે. (૨),
એક કાળો તે વર ના જોશો રે કાકા
કાળો તે કુટુમ્બ લજાવશે (૨),
એક નીચો તે વર ના જોશો રે વીરા
નીચો તો નિત્ય ઠેબે આવશે (૨),
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબેન
દાદા એ હસીને બોલાવિયાં (૨),
Ek Bhar Re Jobaniya Ma Betha Beni Baa Lyrics
Gujarati Lagnageet Lyrics
Related
error: Content is protected !!