એક છે હરી એક છે હરી | Ek Chhe Hari Ek Chhe Hari Lyrics

0
670
એક છે હરી એક છે હરી
જુદો નવ જાણો જરી ,
પાંચાળીને કારણે પહોંચ્યા
હસ્તિનાપુર જો હરી …
દુષ્ટ દુર્યોધન બેઠો
ભુપે સભા ભરી રે ,
એકલ સાડી ઓઢી અંગે
ખેંચી લેવા ખરે ખરી …
ઝપટથી એણે ચીર ઝાલ્યા
ક્રોધ દુશાસને કરી ,
ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા
મોઢા એઠા જો કરી …
પાંડવ નારી ત્યારે પોકારી
બહુનામી હવે આવી પડી ,
વ્હારે થાજો વિઠ્ઠલા હવે
દ્વારિકાના ઠાકર ધણી …
નગ્ન કરવા ખેંચી નાખે
સતીએ સાડી પર હરી ,
ત્યાતો નવી સાડી નવા રંગની
દ્રૌપદીએ અંગે ધરી …
ચંદ્રાવતીના ચીર પૂર્યા
શામળાએ સ્નેહ કરી ,
ભલે મળ્યા નરસી મહેતાના સ્વામી
આશા પૂરી કરી છે અમારી …
Ek Chhe Hari Ek Chhe Hari Lyrics,
Narshih Maheta Bhajan Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here