જુઠડી કાયા રાણી જુઠા ના બોલો | Juthdi Kaya Rani Lyrics

0
498
જુઠડી કાયા રાણી જુઠા ના બોલો
વઢશે તને તારો ઘડનારો ,
જુઠડી કયા રાણી …
જુઠી છે કાયા જુઠી છે માયા
જૂઠે જગત કો ભરમાયા ,
અંતે જીવને જાવું એકલું
મરમ કોઈ વીરલે પાયા રે ,
જુઠડી કાયા રાણી …
આ જગતમાં વેલા વેલા વળશું
આવી આ ભ્રમમાં ભરાણા ,
સગા કુટુંબની લાલચ લાગી
ત્રિયા ના બોલે બંધાણા રે ,
જુઠડી કાયા રાણી …
જનમ પદારથ મોટું પામ્યા
ભજન કરી લે ગુરુદેવના રે ,
દૂધ પુત ને અન ધન લક્ષ્મી
એ ફળ છે તારી સેવાના ,
જુઠડી કાયા રાણી …
આ જગતમાંથી અનેક નર વયા ગયા
હાથી ઘોડા ચડનારા ,
ઘટ ભીતર ગુણ ગાવે નથુરામ
અહિયાં નથી કોઈ રહેવાના ,
જુઠડી કાયા રાણી …
Juthdi Kaya Rani Jutha Na Bolo Lyrics
Narayan Swami Bhajan Lyrics

 

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here