ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ | Ghadvaiya Mare Thakorji Nathi Thavu Lyrics

0
903
ઘડ ધીંગાણે જેના માથા મસાણે એના
પાળીયા થઇને પુજાવું રે ,
ઘડવૈયા મારે , ઠાકોરજી નથી થાવુ ,
ઘડવૈયા મારે…
હોમ હવન કે જગન જાપથી
મારે નથી રે પુજાવું ,(2)
હે .. બેટડે બાપના મોઢા ન ભળ્યા
એવા કુમળા હાથે ખોડાવું રે ,
ઘડવૈયા મારે , ઠાકોરજી નથી થાવુ ,
ઘડવૈયા મારે…
હે ..ઘડ ધીંગાણે જેના માથા મસાણે એના
પાળીયા થઇને પુજાવું રે ,
ઘડવૈયા મારે , ઠાકોરજી નથી થાવુ ,
ઘડવૈયા મારે…
પીળા પીતાંબર જરકશી જમા
ઓલા વાઘા માં નથી રે વિટાવું (2)
હે .. કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા
સિંદુર ચોપડાઈ જાવુ રે ,
ઘડવૈયા મારે , ઠાકોરજી નથી થાવુ ,
ઘડવૈયા મારે…
હે ..ઘડ ધીંગાણે જેના માથા મસાણે એના
પાળીયા થઇને પુજાવું રે ,
ઘડવૈયા મારે , ઠાકોરજી નથી થાવુ ,
ઘડવૈયા મારે…
Ghadvaiya Mare Thakorji Nathi Thavu Lyrics
Dhad Dhingane Jena Lyrics

 

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here