આજ મારા નયણા | Aaj Mara Nayana Safal Lyrics | Narshi Maheta bhajan Lyrics

0
461
આજ મારા નયણા સફળ નાથને નીરખી ,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી,
જે રે મારા મનમાં હતું વ્હાલાએ કીધું ,
પ્રીતે પ્રભુજી પધારિયા આવી આલિંગન દીધું,
વહાલો મારો વિહારીલો તેહને જાવા ન દિજે,
હાથ થકી નવ મુકીયે અંતરગત લીજે,
કાલીન્દ્રીને કાંઠડે હરિ નાચે ને ગાયે,
સ્વર પુરે સર્વ સુંદરી અતિ આનંદ થાયે,
ધન્ય જમુનાનો તટ ધન્ય વ્રજનો રે વાસ,
ધન્યભાગ્ય આ ભૂમિના વ્હાલો જ્યાં રમ્યા રાસ,
અંતરિક્ષ દેવતા સહુ શોભા જોવાને આવે,
પુષ્પવૃષ્ટિ તહીં થઈ રહી નરસૈંયો વધાવે,

 Aaj Mara Nayna
Narshih Maheta Bhajan Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here