ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે | Gunje Sharnayu Dhol Trambalu Lyrics

0
316
ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે ,
ગામની શેરીઓ ગાજે કે આવ્યો રૂડો વરરાજીયો ,
રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો ,
લાડકડો લટકાળો કે આવ્યો રૂડો વરરાજીયો ,
હે … ઘોડે ચડીને જુઓ આવ્યો છબીલો ,
કામણગારો કાન કુવાર કોડીલો ,
જો જો નજર નવ લાગે કે આવ્યો રૂડો વરરાજીયો ,
હે … મેવાસી મોળીયો મોટી મઢેલો ,
કંઠે છે હારલો હીરે જડેલો ,
પેટે કટાર ઝૂલે આજ કે આવ્યો રૂડો વરરાજીયો ,
હે … લાખેણી જાન આતો મોટા જાનૈયા ,
ઝાંપે જઈને જટ કરજો સામૈયા ,
જો જો ઓછુ નવ આવે કે આવ્યો રૂડો વરરાજીયો ,
Gunje Sharnayu Dhol Lyrics
Lagna Geet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here