ગુરુ તારો પાર ન પાયો | Guru Taro Par Na Payo Lyrics

0
318
ગુરુ તારો પાર ન પાયો
ધણી તારો પાર ન પાયો
પૃથવીના માલિક તમે રે તારો તો અમે તરીએ જી ,
હેજી એવા ગવરીના નંદ ગણેશ ને સમરીએ જી
એ જી  સમરું શારદા માતા
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી , 
હેજી એવા જમીન ને આસમાન બાવે મૂળ વિના ઠેરાવ્યા જી
એ જી થંભ વિણ આભ ઠેરાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી ,
હેજી એવા ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી
એ જી માખણ કોઈ વિરલે પાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી ,
હેજી એવા સુન રે શિખર પર અલખ અખેડા જી
એ જી વરસે નૂર સવાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી ,
ગગન મંડળમાં બે બાળક ખેલે જી
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી ,
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી ,

Guru Taro Par Na Payo Lyrics

Pruthvina Malik Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here