હૃદયમાં વસ્તુ છે અણમોલી | Hriday Ma Vastu Chhe Anmoli Lyrics

0
303
તારા રે ઘટમાં પીયુજી બિરાજે ,
અંતર પટ જોને ખોલી , હૃદયમાં વસ્તુ છે અણમોલી ,
સંત સમાગમ નીશદીન કરીએ , શાંભળીયે શુદ્ધ બોલી ,
સજ્જન કેરા સંગમાં ભાઈ ,પ્રેમની પ્રગટે હોળી ,  
હૃદયમાં વસ્તુ છે અણમોલી ,
સત્ય સમશેર લઈને મારજો ભાઈ , પાંચ પચ્ચીસ ની ટોળી ,
શુદ્ધ શબ્દો સંતોના ભાઈ , પી જો ઘોળી ઘોળી ,
હૃદયમાં વસ્તુ છે અણમોલી ,
ગુરુ કરીને ગુરુ ચરણ માં રહેજો , લેજો શબ્દોને તોળી ,
“દાસ સતાર” ગુરુ પ્રતાપે , વાગે જ્ઞાનની ગોળી ,
હૃદયમાં વસ્તુ છે અણમોલી , 
Hridayma Vastu Chhe Anmoli Lyrics
Narayan Swami Bhajan Lyrics 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here