કનૈયા જા જા જા , કનૈયા જા જા જા
જા જા રે ઓ કીશન કનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા
કનૈયા જા જા …
કાનુડાનું માંગુ નાખ્યું રાધાજીની સાથે (2)
રાધાજીના માતપિતા એ (2)
તરત પાડી ના (2)
ક્યાં તારો આ કાળીયો ને ક્યાં મારી રાધા ?
કનૈયા જા જા ….
પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યાં (2)
રાધાજીના માતપિતા તો (2)
પગે લાગતાં આવ્યા (2)
કાનુડાના વિવાહ થયા ને લોકો બોલ્યા વાહ
કનૈયા જા જા જા , કનૈયા જા જા જા …
જા જા રે ઓ કીશન કનૈયા જા જા જા
જા જા રે ઓ કીશન કનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનૉ જલ્દી ડાહ્યો થા
કનૈયા જા જા , કનૈયા જા જા….
Ja Ja Re Krishn Kanaiya Lyrics
Related
error: Content is protected !!