જે ગમે જગત ગુરૂ જગદીશ ને | Je Game Jagat Guru Jagadishne Lyrics

0
1092
જે ગમે જગત ગુરૂ જગદીશ ને,
તે  તણો  ખર ખરો  ફોક કરવો,
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે  એજ  ઉદ્દવેગ ધરવો,
હું કરું હું કરું એજ અજ્ઞાનતા,
શકટ નો  ભાર જેમ શ્વાન તાણે,
સૃષ્ટિ મંડાણ છે સર્વં એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે,
નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી,
શત્રુ મારીને  સૌ મિત્ર  રાખે,
રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે,
ઋતુ-લતા પત્ર -ફળ-ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન  વ્યર્થ શોચે,
જેહ ના ભાગ્ય માં જે સમે જે લખ્યું,
તેહને  તે સમે તે જ પહોંચે,
ગ્રંથે ગડબડ કરી વાત ન ખરી કરી,
જેહને  જે  ગમે  તેહ પૂંજે,
મન કર્મ વચનથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે,
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ  કાચું,
જુગલ કર જોડી નરસૈંયો એમ કહે,
જન્મ-પ્રતિ જન્મ હરિને જાણવું,
Je Game Jagat Guru Jagadishne Lyrics
Narshih Maheta Bhajan Lyrics 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here