મેરુ તો ડગે જેના મનડા ડગે નઈ | Meru To Dage Jena Manada Dage Nahi Lyrics | Gangasati Bhajan Lyrics

0
669
મેરુ ડગે જેના મનડા ડગે નઈ પાનબાઈ
ભલે ભાંગી પડે બ્રહ્માંડ ,
વિપત પડે તોયે વણસે નહિ ને રે
સોહી હરિજનના પ્રમાણ રે .. મેરુ તો
ચિતની વૃતિ સદા નિર્મળ રાખે ને
કરે નહિ કોઈની આશ ,
દિયે દાન પણ રહે અજાચક્ર
વચનોમાં રાખે વિશ્વાસ ..મેરુ તો
સુખ રે દુઃખ ની જેને નાવે કદી હેડકી
ને આઠે પ્રહર આનંદ રે
નિત્ય રહે સત્સંગમાં એ તો
તોડે રે માયા કેરી જાડ ..મેરુ તો
તન મન ધન પ્રભુને અર્પે
ધન્ય નિજારી નર ને નાર
એકાંતે બેસી અલખ આરાધે તો
પ્રભુ પધારે એને દ્વાર .. મેરુ તો
સંગતું કરો તો તમે એવાની રે કરજો
ભજનમાં રહેજો ભરપુર ,
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ
જેના નયનોમાં વરસે સાચા નૂર ..મેરુ તો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here