કાન ચડ્યા કદમ ને ઝાડ | Kan Chadya Kadam Ne Jad Lyrics

0
747
કાન ચડ્યા કદમ ને ઝાડ , હેઠા ઉતરોને
માતા જશોદા જુવે છે વાટ , હેઠા ઉતરોને ,
દૂધ રે સાકરનો મે તો શીરો બનાવ્યો ,
ભેળા મેલ્યા છે તુલસીના પાન , હેઠા ઉતરોને ,
ભાત રે ભાતના ભોજન બનાવ્યા ,
વિધવિધના બનાવ્યા પકવાન , હેઠા ઉતરોને ,
ભીંડા લાવીને મેં તો કાઢી વઘારી ,
લવિંગ વઘાર્યા છે ભાત , હેઠા ઉતરોને ,
જળ રે જમનાની હું તો ઝારી ભરી લાવી ,
પ્રેમે પીવોને વનમાળી , હેઠા ઉતરોને ,
લવિંગ ચોપરીને એલચી હું લાવી ,
મુખવાસ કરીને મારા શ્યામ , હેઠા ઉતરોને ,
મારા અંતરનો મેં તો ઢોલીયો ઢળાવ્યો ,
વિવેકનું પાથરણું કર્યું આજ , હેઠા ઉતરોને ,
મહેતા નરસિહના સ્વામી શામળિયા ,
અમને તેડી રમાડ્યા રાસ , હેઠા ઉતરોને ,
Kan Chadya Kadam Ne Jad 
Narshih Maheta Bhajan Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here