કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે,
એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે,
માખણ ખાતા નહોતું આવડતું મુખ હતુ તારૂં એંઠું રે,
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠુ રે,
ઝુલણ પે’રતા નો’તુ આવડતું અમે તે’દી પહેરાવતા રે,
ભરવાડો ની ગાળ્યું ખાતો અમે તે’દિ અમે છોડાવતા રે,
લો ઘેલો તારા મત-પિતાનો અમને શેના કોડ રે,
કરમ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે,
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલુ ઘેલું રે,
ભલે મળ્યાં મેતા નરસિંહ ના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે,
ભલે મળ્યાં મેતા નરસિંહ ના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે,
Kanji Tari Ma Kaheshe Lyrics
Narshih Maheta