કરેલા કરમના બદલા | Karela Karam Na Badala Lyrics

0
984
દેવા તો પડે છે અંતે સહુ ને નડે છે
કરેલા કરમના બદલા દેવાતો પડે છે ,
જીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો ત્યારે
અંધો ને અંધી એના નજરે ચડે છે ,
દેણું દીધું રાજા દસરથ જાણે
રામના વિયોગે એનું શરીર પડે છે ,
કરેલા કરમના બદલા …
અવધપુરીના રાજા રામે વાલીને માર્યો
ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે ,
જોર છે જગતમાં છતા કાઈ ન ચાલ્યું એનું
પ્રાચીના મેદાને એના ઋણલા ભરે છે ,
કરેલા કરમના બદલા …
વામન રૂપ ધરી બલીને છેતર્યો ત્યારે
વગર વિચારે વાલો પગલા ભરે છે ,
ભૂમિને ને બદલે ભૂદર પોતે પધાર્યા
પાળિયો બની એના પહેરા ભરે છે ,
કરેલા કરમના બદલા …
લાજ રે લુંટાતી જયારે ભીમની ગાદાને ભાળી
જાંઘ જોખમણી એના પુરાવા મળે છે ,
કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા
હેમાળે જવા છતાં હાડ ક્યાં ગળે છે ,
કરેલા કરમના બદલા …
અમૃત કેરી જયારે વેચણી કીધી ત્યારે
ચાંદો ને સુરજ એની ચાડીયુ કરે છે ,
આપ કરેલા હજી એને આડા આવે
રાહુને ભાળી મોઢા કાળા કરે છે ,
કરેલા કરમના બદલા …
Karela Karam Na Badala Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here