નવધા ભક્તિમાં | Navdha Bhakti Ma Nirmal Rrahevu Lyrics

0
475
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને
શીખવો વચનનો વિશ્વાસ ,
સદગુરુને પૂછીને પગલા ભરવા ને
થઇને રહેવું તેના દાસ…નવધા ભક્તિ
ભાઈ રૂપરંગ રમવું નહિ ને
કરવો ભજનનો અભ્યાસ ,
સદગુરુ સંગે નિરમળ રહેવું ને
તજી દેવી ફળની આશ…નવધા ભક્તિ
ભાઈ દાતાને ભોક્તા હરી એમ રહેવું ને
રહેવું નિર્મળ જ્ઞાન રે ,
સદગુરુ ચરણમાં શીશ નમાવવું ને
ધરવું ગુરુજીનું ધ્યાન …નવધા ભક્તિ
ભાઈ અભિયાસીને એવી રીતે રહેવું ને
જાણવો વચનનો મરમ ,
ગંગાસતી એમ બોલીયા ને
છોડી દેવા અશુદ્ધ કરમ …નવધા ભક્તિ
ગંગા સતી પાનબાઈ ભજન
Navdha Bhakti Ma Nirmal Rahevu Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here