માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો,
જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મૂક્યો,
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થવા મંદિરનો, ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માવડીના કોટમાં તારાને મોતી
જનની ની આંખોમાં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી માણી મોરલો ટહુકીયો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
નોરતા ના રંથના ઘૂઘરા બોલીયા
અજવાળી રાતે માં એ અમરત ઢોળ્યા
ગગન નો ગરબો માં ના ચરણો માં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
સુરજ ઊગ્યો, સુરજ ઊગ્યો
Related
error: Content is protected !!