મેણાં ના કોઈ ને મારો | Mena Na Koi Ne Maro Lyrics

0
787
 મેણાં ના કોઈ ને મારો મનવા
મેણાં ના કોઈ ને
મારો ,
વીરા તમે વાણી વેદંતા વિચારો
મેણાં ના કોઈ ને મારો ,
સતી પાર્વતી પાણી ભરે ત્યાં
સાગરે શબ્દ ઉછર્યો ,
ત્રણ ભુવનના નાથની નારીને
મળ્યો નહિ જલ ભરનારો ,
ગાગર ભરી ને ગવરી ચાલ્યા
અંગમાં લાગ્યો અંગારો ,
મહાસાગરે મને મેણુરે માર્યું
એનું ગુમાન ઉતારો ,
સુણી વચને શંકર બોલ્યા
ધીરજ મનમાં ધરો ,
સાગર કિનારે આસન વળ્યાં
જાપ જપે જટાવાળો ,
ત્રણ દિવસ શિવે તપ કર્યું
ત્યાં બળવા લાગ્યો કિનારો ,
કર જોડીને સાગર વિનવે
ક્ષમા કરોને દોષ મારો ,
બ્રહ્મા વિષ્ણુ કહે સાગરને
હાથે કરીને કા હાર્યો ,
ચૌદ રતન તેના લૂંટી લીધા
ને કીધો સાગર ખારો ,
ગુરુને પ્રતાપે ભણે પુરસોત્તમ
બોલતા બોલ વિચારો ,
સિંધુ પુરી મને ચરણે રાખીને
ભવસાગરથી તારો ,
Mena Na Koi Ne Maro
 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here