નગર દરવાજે સાંઢણી ઝોકારો | Nagar Darvaje Sandhani Zokaro Lyrics

0
90
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
લાડલીની છાબ ભરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
ઈ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
મોતીએ વીરના શીરપેચ ઘડાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
Sandhani Zokaro Manaraj 
Gujarati Lagnageet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here