નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal Lyrics

0
386
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ,
રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી,

કાના’  જડી  હોયતો  આપ,કાના’  જડી  હોયતો  આપ,
રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી ,
નાગર નંદજીના લાલ…

નાની નાની નથડી ને માહી  જડેલા મોતી,
નથડી કારણયે હું તો નૃત્ય કરૂં જોતી જોતી
નાગર નંદજીના લાલ…

નાની નાની નથડી ને માહી જડેલા હીરા,
નથડી આપો ને બેની સુભદ્રાના વીરા
નાગર નંદજીના લાલ…

નાનેરી પહેરૂં તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરૂં તો મારા મુખ પર જોલા ખાય
નાગર નંદજીના લાલ…

આંબે બોલે કોયલડીને ને વનમાંબોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
નાગર નંદજીના લાલ…

નથડી કારણ મેં તો ઢૂંઢ્યું  છે  વૃંદાવન,
નથડી આપોને મારા  પ્રાણ,  જીવન
નાગર નંદજીના લાલ…

નથડી આપોને પ્રભુ નંદના કુંવર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર
નાગર નંદજીના લાલ…

Nagar Nandji Na Lal Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here