કલયુગ આવ્યો હવે કારમો | Kalyug Aavyo Karmo Lyrics

0
218

કલયુગ આવ્યો હવે કારમો ને , તમે સુણજો નર નાર
ભક્તિ ધરમ એમાં લોપાસે ને , રહશે નહિ તેની મર્યાદ ,

ગુરુજીનું કહેવું શિષ્ય માનસે નહિ , ઘર ઘર જગવશે જ્યોત ,
નરને નારી એકાંતે બેસશે ત્યાં , રહશે નહિ આતમ જ્યોત ,

એક બીજાના ત્યાં અવગુણ જોવાશે , અને કરશે ઘણી તાણા વાણ ,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે , ગણેશ લાભ નહિ હાણ ,

છેવટે તો સાધુ પુરુષના આરાધ થકી , પ્રભુ પધારશે એમને દ્વાર ,
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ , ભજની પુરુષ નો કરશે ઉધ્ધાર ,

Kalyug Aavyo Karmo Lyrics

Gangasati Panbai Bhajan Lyrics   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here