નવે નગરથી જોડ ચુંદડી | Nave Nagarthi Jod Chundadi Lyrics

0
116
નવે નગરથી જોડ ચુંદડી વાપરી,
આવી રે અમારે દેશ રે,
વોરો રે દાદા ચુંદડી,
ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી,
વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે,
વોરો રે દાદા ચુંદડી,
શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી,
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે,
વોરો રે દાદા ચુંદડી,
અમદાવાદની જોડ ચુંદડી વાપરી,
આવી રે અમારે દેશ રે,
વોરો રે વીરા ચુંદડી,
ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
ઉખેડું તો જગમોહનની ભાત રે
વોરો રે વીરા ચુંદડી,
શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે વીરા ચુંદડી,
જુનાગઢથી જોડ ચુંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે કાકા ચુંદડી,
ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે કાકા ચુંદડી ,
શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે કાકા ચુંદડી,
Nave Nagarthi Jod Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here