ઓખો તો દુનિયાથી નોખો કહેવાય | Okho To Duniyathi Nokho Kevay Lyrics

0
259
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
મીઠુંડી ધરતીના મીઠા ભગવાન
દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ,
ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર
નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર
નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ભાગ્યશાળી ચારણનો ભીમરાળા નેહ
દેહુર ગાંધણીયાનો ડોલરિયો દેહ
અવતારી જન્મી જયાં મોગલ આઈ
દ્વારકાના દેવની તો વાત જ નો થાય ,
દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ
જેની કૃપાથી છે જગના હર જીવ
નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શ્યા
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શ્યા
દ્વારકાના દેવની તો વાત જ નો થાય ,
Okho To Duniya Thi Nokho Kevay Lyrics
Dwarika Na Dev Ni To Vat No Thay

rajbha

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here