સમજો સુલક્ષણા તમે ગુરુજીની | Samjo Sulakshana tame Gurujini Lyrics

0
234
ગોળ રે બંગાળના રાજા ગોપીચંદને ,
ચેતોને ચેતાવે તમને મેનાવતી માઈ ,
સમજો સુલક્ષણા તમે ગુરુજીની સાનમાને ,
જોગી થઈને કુંવર જ્યો જદુરાઈ ,
રાજરે રજળશે ને માતા રાણીયુ રડશે ને ,
લેતા ફકીરી મારા મનડા મુંઝાય ,
જોગ રે લેતા હું તો લાજું રે જનેતાને ,
કંકુ વરણી મારી કાયા કરમાઈ ,
તમારા પિતાનો વૈભવ જોતાને ,
ઇન્દ્ર રાજાને એની આવે અદેખાય,
રતન જેવી કાયા રાખમાં રોળાણીને,
એવું જાણીને તમે તજો ઠકુરાઈ ,
આપણી ધોડારમાં કુવો છે ભમરીયોને,
અનાથું ના નાથ બેઠા સમાધિ લગાઈ ,
ચરણોમાં જઈને તમે શીશ રે નમાવોને ,
ભવના રે બંધન બાવો દેશે રે સુળાઈ ,
ગોપીચંદ રાજા જગાડે જાલંધર ને ,
ઉઠો ઉઠોને ગુરુજી અલખ જગાઈ ,
પુરસોતમ કહે ગુરુને  પ્રતાપે ,
નામને કાયા દોનો અમર બનાઈ ,
Raja Gopichand Bhajan Lyrics
  Gurumukhi Bhajan Lyrics     

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here