પડવે પ્રીત કરું છું પેલી | Padve Prit Karu Chhu Peli Lyrics | Vaishnav Kirtan Lyrics

0
352
પડવે પ્રીત કરું છું પેલી
પડવે પ્રીત કરું છું પહેલી
વાલે મારે અઘોર વનમાં મેલી
દિવસ ઘણા થયા રે…
બીજે બીજું કાંઈ ન જાણું
જોબન ભમરો થઈને માણુ
દિવસ ઘણા થયા રે…
ત્રીજે તન તપે તમારા
જીવડા જાય છે અમારા
દિવસ ઘણા થયા રે…
ચોથે ચતુર્ભુજ તમે ધારી
વાલે મારે ગોકુળમાં ગાયો ચારી
દિવસ ઘણા થયા રે…
પાંચમે પરમેશ્વરની પ્રીતું
વાલે મારે રાખી છે રંગ ની રીતું
દિવસ ઘણા થયા રે…
છઠ્ઠે લખ્યા છઠ્ઠી ના લેખ
મીરાબાઈયે ધરિયો ભગવો ભેખ
દિવસ ઘણા થયા રે…
સાતમે સરોવર બાંધી પાળ
ગોપીઓ નિત્ય નાવા જાય
દિવસ ઘણા થયા રે…
આઠમે અવસરિયા અલબેલા
વાલા મારા રંગના રે રેલા
દિવસ ઘણા થયા રે…
નવમે નમો નમો નરનારી
મનડા જાય છે રે વારી
દિવસ ઘણા થયા રે…
દસમે દલખુ દીનાનાથ
વાલે મારે જાલ્યો જમણો હાથ
દિવસ ઘણા થયા રે…
અગિયાર હશે એકાદશીના વ્રત
વાલે મારે બહુ કીધા છે તપ
દિવસ ઘણા થયા રે…
બારસે બત્રીસ ભાત ના ભોજન
વાલા મારા તેત્રીસ જાતના શાક
દિવસ ઘણા થયા રે…
તેરસે તેડા મોકલું તેર
વાલા મારા જમવા પધારો મારા ઘેર
દિવસ ઘણા થયા રે…
ચૌદશે ચાલોને સાહેલી
આપણે કાન મનાવવા જઈએ
દિવસ ઘણા થયા રે…
પૂનમે પૂરો ઉગ્યો ચંદ્ર
નવખંડ ધરતીમાં અજવાળા
દિવસ ઘણા થયા રે…
મળ્યા નરસૈયા ના નાથ
અમને આપો વ્રજમાં વાસ
દિવસ ઘણા થયા રે…
Padve Prit Karu hu Peli Lyrics
Vaishnav Kirtan Kyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here