રમતાં જોગી આયા નગરમાં | Ramta Jogi Aaya Nagar Maa Lyrics

0
239
રમતાં જોગી આયા નગરમાં રમતાં જોગી આયા હો …જી …
આવી અલખ જગાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી …
રમતાં જોગી આયા નગરમાં …
પાંચ પુત્ર પચ્ચીસ નારી એક નારીએ ઉપજાયા
પાંચ પચ્ચીસને એક ઘેર લાવો
દમના દોર ચલાવો નગરમાં રમતાં જોગી આયા હો …જી …
રમતાં જોગી આયા નગરમાં …
કોણ ઘેર સુતા કોણ ઘેર જગ્યા ક્યાં કો મનકો ઠેરાયા
કોણ પુરૂષ કા આશાન ધરત હૈ
કોણ શબદ ગુણ ગાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી …
રમતાં જોગી આયા નગરમાં …
સૂર્ય ઘેર સુતા શશી ઘેર જગ્યા શુન્યમાં મન પધરાયાં
અલખ પુરૂષ કા આશાન ધરત હૈ
સોહમ શબદ ગુણ ગાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી …
રમતાં જોગી આયા નગરમાં …
જાગ્યા તે નર મહાસુખ પામ્યા ઊંઘ્યા જનમ ગુમાવ્યા
કહત કબીર સુનો ભાઇ સાધુ
અગમ સંદેશ લાયા નગરમાં રમતાં જોગી આયા હો …જી …
રમતાં જોગી આયા નગરમાં …
Ramta Jogi Aaya Nagar Ma Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here